Tata Ace Gold Petrol

ટાટા એસ ગોલ્ડ પેટ્રોલ વિશે વિગતવાર માહિતી

ટાટા એસ ગોલ્ડ પેટ્રોલ

2005માં ટાટા મોટર્સ ટાટા એસની શરૂઆત સાથે નાના વ્યાપારિક વ્હિકલ ઈન્ડસ્ટ્રીમાં અગ્રણી હતી. ટાટા એસ ભારતીય માર્કેટમાં છેલ્લે સુધીની ડિલિવરી-લોજિસ્ટિક બિઝનેસ માટે ક્રાંત સમાન હતી. તેની શરૂઆતથી ટાટા એસ 22 લાખથી વધુ ઉદ્યોગ સાહસિકોનો વિશ્વાસાપાત્ર ભાગીદાર તરીકે ઉભરી છે. ઉપરાંત ભારતમાં એક માત્ર સૌથી મોટી વ્યાપારિક વાહન બ્રાન્ડ તરીકે નામના મેળવી છે. ટાટા એસ તેના ગ્રાહકોને સ્વરોજગાર માટે એક વાહન તરીકે નોંધપાત્ર સામાજિક અને આર્થિક લાભો પણ પુરા પાડે છે. પોતાના સમજદાર ગ્રાહકોને અગ્રતા અને નવીનતમ પ્રોડ્કટસ પુરી પાડવાના વારસાને જાળવી રાખતા ટાટા મોટર્સ હવે બીએસવીઆઈ ટેકનોલોજી સાથે ડિઝલ, પેટ્રોલ અને સીએનજી મોડલ રજૂ કરે છે. ટાટા એસ ગોલ્ડ તેના ગ્રાહકોને વધુ આવક મેળવવામા મદદ કરતા શ્રેષ્ઠ કિંમત રજૂ કરે છે.

વેચાણ માટે આકર્ષતી ખાસ બાબતો- યુએસપી:

  • ઉર્જાથી ભરપૂર એન્જિન, 22 કિલો વોટ (30 હોર્સ પાવર) પાવર અને 55 એનએમ ટોર્કની ઉર્જા પુરી પાડે છે
  • વહનક્ષમતા 750 કે.જી
  • ગીઅર શિફ્ટ એડવાઈઝર એન્ડ ઈકો સ્વિચ વધુ ઈંધણ બચત માટે
  • ડિજિટલ ડિસ્પ્લે ક્લસ્ટર
  • વિશેષતા- મોટુ લોકવાળુ ગ્લવ બોક્સ, યુએસબી ચાર્જર
  • વોરંટી બે વર્ષ અથવા 72000 કિ.મી. સુધીની

એપ્લિકેશન્સ: (કયાં ક્યાં વપરાશ) ફળ-શાકભાજી વિતરણ, ફર્નિચર, ગ્રાહકલક્ષી ઉત્પાદનો, બોટલ વોટર, ગેસ સીલિન્ડર, એફએમસીજી, દૂધ અને ડેરી બનાવટો, કોલ્ડ ડ્રિંક્સ, ટેક્સટાઈલ, બેકરી, ફાર્મા, ટેન્ડ હાઉસ એન્ડ કેટરિંગ, પ્લાસ્ટિક, સ્ક્રેપ(ભંગાર), વેસ્ટ મેનેજમેન્ટ એપ્લિકેશન્સ

એક્સ-શોરૂમ કિંમત*

* બતાવેલ કિંમતો સૂચક છે અને ફેરફારને પાત્ર છે

Tata Ace Gold Petrol