ટાટા મોટર્સ દ્વારા 2005માં આઈકોનિક ટાટા એસની શરૂઆત કરવામા આવી અને જે નાના વ્યાપારિક વાહન તરીકે થોડા જ સમયમાં ગ્રાહકોની પસંદ બનવા સાથે ભારતની નં.1 વેચાતી મિનિ ટ્રક બની ગઈ. ત્યારથી લઈને છેલ્લા 15 વર્ષમાં 22 લાખથી વધુ ટાટા એસ વેચાઈ ચુકી છે. આ લોકપ્રિય સીરિઝ છોટા હાથી તરીકે પણ ઓળખાઈ અને જેણે લાખો બિઝનેસમેન્સને આગળ આવવામા મદદ કરી.ટાટા એસનું સીએનજી મોડલ 2008માં લોન્ચ થયુ અને તેણે પણ આ જ નામના અને લોકપ્રિયતા મેળવી. ટાટા એસ ગોલ્ડ સીએનજી બીએસ6 હવે વધુ માઈલેજ, વધુ સારી પિકઅપ અને વધુ ભાર વાહન ક્ષમતા તથા વધુ સગવડતા અને ઓછા જાળવણી ખર્ચ તેમજ વધુ નફા સાથે ઉપલબ્ધ છે.