પ્રાઈવસી પોલિસી

પ્રાઈવસી પોલિસી

ડેટા ગોપનીયતા અને સુરક્ષા નીતિ

ટાટા મોટર્સ લિમિટેડ (હવેથી ટીએમએલ તરીકે ઓળખવામા આવશે) તમારા પર્સનલ ડેટા કે વ્યક્ગિત ખાનગી માહિતીની સુરક્ષા અને ગોપનીયતા માટે પ્રતિબદ્ધ છે.તમારા વ્યક્તિગત ડેટાની પ્રક્રિયામાં તમારી ગોપનીયતાનું રક્ષણ એ એક મહત્પવૂર્ણ ચિંતા છે અને જના પર અમે અમારી વ્યવાસાયિક પ્રક્રિયાઓમાં વિશેષ ધ્યાન આપીએ છીએ. હાલની લાગુ થયેલી કાયદાકીય જોગવાઈઓને અનુરૂપ એકત્રિત કરવામા આવેલા વ્યક્ગિત ડેટા પર અમે પ્રક્રિયા કરીએ છીએ.

આ પ્રાઈવસી પોલીસીનો મુખ્ય હેતુ અમારા દ્વારા કલેક્ટ કરવામા આવતા પર્સનલ ડેટા અને તેને લગતી તમામ માહિતી તમારા ધ્યાને લાવવાનો તેમજ કેટલાક પ્રકારના ડેટાને એકત્રિત કરવાનો અને તેના ઉપયો તથા ડેટાના પ્રોસેસિંગ પ્રક્રિયાથી માંડી અમારી સાથે તમે વહેંચેલી વિગતો કે માહિતી અંગે તમારા અધિકારો બાબતે તમને અવગત કરવાનો છે. આ પ્રાવઈસી પોલીસી એ માટે પણ તૈયાર કરાઈ છે કે જેનાથી તમે તમારા પર્સનલ ડેટાના રક્ષણ માટે તમારા અધિકારોને જાણી શકો. આ પ્રાઈવસી પોલીસી તમને ટીએમલ દ્વારા કલેકટ કરાતો ડેટા, કઈ રીતે માહિતીનો વપરાશ કરવામા આવે છે, સંભાળ કરવામા આ છે,અન્યને વહેંચવામા આવે છે અને રક્ષીત થાય છે તેમજ કઈ રીતે તેને અપડેટે કરી શકો છો તે તમામ બાબતો અંગે વિગતવાર માહિતગાર કરશે. ઉપરાંત ટીએમએલ દ્વારા યુરોપીયન ઈકોનોમિક એરિયા (ઈઈએ) પાસેથી મેળવાતા પર્સનલ ડેટા કે જે ઈલેક્ટ્રોનિક અથવા પેપરથી માંડી કોઈ પણ પ્રકારે હોય તે માટે પણ લાગુ પડે છે.તે નીચે આપવામા આવેલી તારીખથી અસરમા આવશે અને અસરકારક તારીખ પછી તમારી માહિતીના અમારા ઉપયોગ પર લાગુ થાય છે.

આ પ્રાઈવસી પોલીસીમાં અપાયા સિવાય સામાન્ય રીતે તમે અમારી વેબસાઈટની મુલાકાત લઈ શકો છો કે તેનો ઉપયોગ કરી શકો છો તમારી વ્યક્ગિગત ઓળખ વગર .ટીએમએલ તમને તમારી ઓળખ જાહેર કર્યા વગર વેબસાઈટ ઉપયોગ કરવાનો વિકલ્પ આપે છે,કે જ્યાં તે કાયદેસર અને વ્યવહારુ છે. આ વેબસાઈટના કેટલાક વિભાગોમાં તમારી જરૂરિયાતને અનુરૂપ પ્રોડ્કટસ, સર્વિસીસ અથવા તો વેબસાઈટ પર મુલાકાત દરમિયાન તમે માંગેલી માહિતી સારી રીતે પુરી પાડવા તમારા પર્સનલ ડેટાની જરૂર પડી શકે છે. અમને તમને વિનંતી કરીએ છીએ કે અમારી વેબસાઈટના ઉપયોગ બાબતે નીચે આપેલી તમામ વિગતો અને નિયમો તેમજ શરતોને ધ્યાન પૂર્વક વાંચીલો અને તેને સમજી લો. વેબસાઈટના ઉપયોગમાં તમારા દ્વારા આ શરતોની બિનશરતી સ્વીકૃતિનો સમાવેશ થાય છે. આ વેબસાઈટનો ઉપયોગ ત્યારે જ થશે કે જ્યારે તમે અમારી પ્રાઈવસી પોલીસીના નિયમો અને શરતો બાબતે સંમત થશો અને તમે તમારા દ્વારા અપાયેલી માહિતીને ટાટા મોટર્સ લિમિટેડને વપરાશ કરવા દેવા અંગે તથા સ્વિકૃતિ આપવા અંગે સ્વૈચ્છિક પણે પ્રાઈવસી પોલીસીને અનુરૂપ નિર્ણય લઈ શકો છો. જો તમે અમારી પ્રાઈવસી પોલીસીના નિયમો અને શરતો સાથે સમંત નથી અથવા તો વેબસાઈટ સંબંધે કે વેબસાઈટમાં મુકાયેલી કોઈ વિગતો બાબતે કોઈ કારણોસર અસંતુષ્ટ છો તો તમે વેબસાઈટના વધુ ઉપયોગ માટે પ્રતિબંધિત છો.

અમે તમને આ પ્રાવઈસી પોલીસી વાંચવા અંગે પ્રોત્સાહિત કરીએ છીએ.

પર્સનલ ડેટા કે વ્યકિગત માહિતી જે અમારા દ્વારા એકત્રિત કરવામા આવે છે

ટીએમએલ પાસે રહેલા પર્સનલ ડેટાને સ્પેસિફાઈ કરવામા આવે છે અને જેમાં તમે કોણ છો અને જે ઓળખાણ માટે વપરાઈ શકે છે, સંપર્ક થઈ શકે છે (દા.ત. નામ,ઉંમર ,જાતિ,મેઈલિંગ એડ્રેસ ,ટેલિફોન નંબર અને ઈમેઈલ) .અમે તમારો ડેટા ત્યારે ભેગો કરીએ છીએ કે જ્યારે સર્વેમાં તમારો પ્રતિસાદ લેવાનો હોય, ઈવેન્ટ માટે તમે રજિસ્ટર થયા હોવ કે પર્સનલાઈઝડ સર્વિસ માટે વિનંતી કરી હોય કે પછી કસ્ટમર સપોર્ટ માટે વિનંતી કરી હોય. અમે પર્સનલ ડેટા અથવા તો અંગત માહિતી તરીકે તમારું નામ, એડ્રેસ, ઝિપ કોડ, ફોન નંબર, ઈમેઈલ એડ્રેસ, આઈપી એડ્રેસ, લોકેશન ડેટા,તમારા સાધન વિશેની વિગત વગેરે જેવી માહિતી માંગી શકીએ છીએ.તમારા વિશેની તમામ અંગત માહિતી કે પર્સનલ ડેટા ટીએમએલ નથી રાખતુ કે જે હંમેશા સીધુ જ તમારા તરફથી આવતી હોય. જેમ કે ઉદાહરણ તરીકે તમે જ્યાં નોકરી કરો છો તે સંસ્થા કે કંપની તરફથી અથવા અન્ય ઓર્ગેનાઈઝેશન કે જેના સાથે તમે જોડાયેલા હોવ. જો કે તેમ છતાં ટીએમલ તમારા વિશેની અંગત માહિતી કે પર્સનલ ડેટા ત્યારે એકત્રિત કરે છે કે જ્યારે તમે આ સાઈટ પર આવ્યા હોવ કે વેબસાઈટ પરની અમારા દ્વારા ઓફર થતી કોઈ સર્વિસનો ઉપયોગ કર્યો હોય. જેમ કે ઉદાહરણ તરીકે:

 • જો તમે આ સાઈટ દ્વારા નોકરી માટે અરજી કરી હોય અથવા તો અન્ય સ્ટાફ સંબંધિત તકો માટે સંપર્ક કર્યો હોય તો તમને તમારો બાયોડેટા કે રીઝ્યુમ સબમિટ કરવા કહેવામા આવશે. અને સાથે તમને તમારો ફોન નંબર, ઈમેઈલ એડ્રેસ જેવી માહિતી આપવાનુ કહેવામા આવશે. અમે આ માહિતીનો ઉપયોગ તમને નોકરી પર રાખવા માટે કે જોબ આપવા માટે કરીશું . અમે આ માહિતીનો ઉપયોગ અન્ય સ્ટાફ સંબંધિત તકો ,બંને તકો વિશે આ સાઈટ પર જાહેરખબર અપાઈ હોય તે બાબતે તમારો સંપર્ક કરવા કરી શકીએ.
 • અમે થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઈડર કે જે અમને અમારી સાઈટના કેટલાક ફીચર્સ કે વિશેષતાઓ માટે મદદ કરે છે તે ઉપયોગ કરી શકીએ.અમારી સર્વિસ પુરી પાડનાર તમારી માહિતી મેળવશે અમારા વતી અને તેનો ઉપયોગ કોઈ પણ અન્ય હેતુ માટે કરવા મંજરી નહી મળે.
 • અમે તમારો પર્સનલ ડેટા ત્યારે પણ માંગી શકીએ કે જ્યારે તમે અમારી આ વેબસાઈટ પર કોઈ સર્વેમાં ભાગ લેવા માટે કે તેમા જવાબ આપવા માટે જોડાયા હોવ, આ સાઈટ સંબંધિત કોઈ સમસ્યા માટે રજૂઆત કરી હોય કે પછી અમારી સાઈટ પરથી ઓફર થતી સર્વિસ સંબંધિત કોઈ બાબતે રજૂઆત કરી હોય.
 • અમે તમારો પર્સનલ ડેટા ત્યારે એકઠો કરીએ કે જ્યારે તમે અમારી સાથે ડીલરશિપ કે ડિસ્ટ્રિબ્યુશુનશિપ (ડિલર કે ડિસ્ટ્રિબ્યુટર એપ્લિકેશન દ્વારા) તરીકે બિઝનેસ કરવા માટે ઈચ્છા દર્શાવી હોય.
 • અમે તમારી અંગત માહિતી કે પર્સનલ ડેટા થર્ડ પાર્ટી જેમ કે અમારા પાર્ટનર્સ, સર્વિસ પ્રોવાઈડર્સ તરફથી પણ મેળવી હોય શકે છે,કે જે જાહેર રીતે વેબસાઈટ પર ઉપલબ્ધ હોય અને જે સર્વિસીસ ઓફર કરવી અમારા હિતમાં હોય અને જે ડેટા ચોકસાઈની જાળવણી માટે અમને મદદ કરતુ હોય કે સર્વિસને વિસ્તારવામાં ઉપયોગી હોય.
 • ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વિગતો, બેંક એકાઉન્ટ નંબર, બેંક એકાઉન્ટ પ્રકાર, બેંક નેમ વગેરે સહિતની પેમેન્ટ કે નાણા ચુકવણી સંબંધી માહિતી. જે અમારી સાથે સંકળાયેલા પેમેન્ટ ગેટવે (ચુકવણી માધ્યમ) દ્વારા એકત્રિત કરવામા આવી હોય શકે. આવા પ્રકારનો ડેટા માત્ર તમારા નાણાકીય વ્યવહારની પ્રક્રિયા માટે ઉપયોગ કરવામા આવશે.
 • વાહન સંબંધીત માહિતી કે જેમાં મોડલ, વર્ષ, કલર, આરટીઓ રજિસ્ટ્રેશન નંબરનો સમાવેશ થાય છે અને વેચાણ સંબંધિત ડિટેઈલ કે જેમાં બીલ, વોરંટી ડિટેઈલ, ડીલર નામ તેમજ ખરીદીના વર્ષનો સમાવેશ થાય છે.
 • અમારી વેબસાઈટ તમે કઈ રીતે વાપરી શકો
 • ડિવાઈઝના ઉપયોગ સમયેની માહિતી જેવી કે કેચીસ, સીસ્ટમ એક્ટિવિટી, હાર્ડવેર સેટિંગ્સ, બ્રાઉઝર ટાઈપ, બ્રાઉઝર ભાષા, તમારી મુલાકાતનો સમય અને તારીખ, પેજીસી પર તમે વિતાવેલો સમય અને અન્ય આંકડીકીય માહિતી તેમજ રેફરલ યુઆરએલ.

તમારા સંબંધીઓ, મિત્રો કે અન્ય ત્રાહિત વ્યક્તિઓ સંબંધિત તમારો કોઈ પર્સનલ ડેટા અમને પુરો પાડતા સમયે તમારે પુષ્ટી આપવી પડશે અને ગેરંટી આપવી પડશે કે તમે અમને આ પ્રકારનો પર્સનલ ડેટા આ પ્રાઈવસી પોલીસી તૈયાર કરવાના હેતુ કે પોલીસીના ઉપયોગ માટે તમારા સંબંધીઓ, મિત્રો અને ત્રાહિત વ્યક્તિઓ પાસેથી તમે યોગ્ય સંમંતિ મેળવી છે.

આ વેબસાઈટનો ઉપયોગ ત્યારે જ થશે કે જ્યારે તમે અમારી પ્રાઈવસી પોલીસીના નિયમો અને શરતો બાબતે સંમત થશો અને તમે તમારા દ્વારા અપાયેલી માહિતીને ટાટા મોટર્સ લિમિટેડને વપરાશ કરવા દેવા અંગે તથા સ્વિકૃતિ આપવા અંગે સ્વૈચ્છિક પણે પ્રાઈવસી પોલીસીને અનુરૂપ નિર્ણય લઈ શકો છો. જો તમે અમારી પ્રાઈવસી પોલીસીના નિયમો અને શરતો સાથે સમંત નથી અથવા તો વેબસાઈટ સંબંધે કે વેબસાઈટમાં મુકાયેલી કોઈ વિગતો બાબતે કોઈ કારણોસર અસંતુષ્ટ છો તો તમે વેબસાઈટના વધુ ઉપયોગ માટે પ્રતિબંધિત છો.

કમ્યુનિટી ડિસ્કશન બોર્ડ્સ (સામુદાયિક ચર્ચા બોર્ડ)

અમારી વેબસાઈટ વપરાશકારો કે અમારા ગ્રાહકોને ઓનલાઈન કમ્યુનિટી ડિસ્કશન બોર્ડસ, બ્લોગ્સ અથવા અન્ય કોઈ પણ માધ્યમે એક બીજા સાથે ચર્ચા કરવાનો, વાર્તાલાપ કરવાની ક્ષમતા આપે છે. અમે ડિસ્કશન બોર્ડસ પર મુકાયેલી કે ચર્ચાયેલી બાબતોને ફિલ્ટર કે મોનિટર નથી કરતા. જ્યારે તમે તમારી કોઈ પર્સનલ ડિટેઈલ જાહેર કરો છો ત્યારે તમારે એ કાળજી રાખવી જોઈએ કે આવી કોઈ પણ પ્રકારની પોસ્ટ મુકવા બાબતે અમે જવાબદાર નથી કે નથી તે અમારી પ્રાઈવસી પોલીસીદ વારા સુરક્ષિત. ઉપરાંત તમારા દ્વારા અમારી વેબસાઈટ પર પબ્લિકેશન માટે મુકાયેલી મુકાયેલી પર્સનલ ડિટેઈલ સંબંધિત પોસ્ટ કે જે ઈન્ટરનેટ દ્વારા સમગ્ર દુનિયામાં ઉપલબ્ધ થઈ શકે છે તેના અન્ય દ્વારા થતા કે થનારા દુરુપયોગને પણ અમે રોકી શકતા નથી.

ટીએમએલ વેબસાઈટસની લિંક અન્ય વેબસાઈટસ સાથે જોડાયેલી હોઈ શકે છે. ટીએમએલ પ્રાઈવસી નોટિસો અથવા કેટલીક વેબસાઈટ પર મુકાયેલી વિગતો કે માહિતી માટે જવાબદાર નથી કે જ્યારે.

 • તમે અમારી વેબસાઈટ પર મુકાયેલી લિંક્સ દ્વારા થર્ડ પાર્ટી વેબસાઈટ પર મુલાકાત લીધી હોય. અથવા
 • થર્ડી પાર્ટી વેબસાઈટ દ્વારા તમે અમારી વેબસાઈટ પર આવ્યા હોવ.

કઈ રીતે અમે તમારો પર્સનલ ડેટા ઉપયોગ કરીએ છીએ

અમે ત્યારે જ તમારો પર્સનલ ડેટા ઉપયોગ કરીએ છી કે જ્યારે અમારી પાસે તે કરવા માટે કોઈ નક્કર અને વ્યાજબી કારણ હોય. અમે તમારો ડેટા વાપરીએ છીએ એક અથવા વધુ નીચે આપેલા કારણોસરઃ

 • તમારી સાથે થયેલા અમારા કોન્ટ્રાક્ટની શરતો પરિપૂર્ણ થતી હોય અથવા
 • જો કોઈ ચોક્કસ કારણ માટે અમારી પાસે તમારો ડેટા વાપરવાની કાયદાકીય જવાબદારી હોય અથવા
 • જયારે અમે ડેટા વાપરવા તમારી સમંતિ મેળવી હોય અથવા
 • જ્યારે તમારો ડેટા વાપરવો અમારા કાયદેસરના હિતમાં હોય કે જે અમારા બિઝનેસ અથવા વ્યાપારિક કારણોને અનુરૂપ હોય ,પરંતુ તેમ છતાં ઉપરના કોઈ કારણ પ્રમાણે જે પણ સારુ હશે તે સિવાય અમે અન્યાયી રીતે અમારો કાયદેસરનો હિત નહીં દર્શાવીએ.

તમારી માહિતીનો ઉપયોગ અમારા ઉપયોગના સમયે લાગુ કરવામાં આવતી પ્રાઈવસી નોટિસને આધિન છે.ટીએમએલ તે જ માહિતીનો ઉપયોગ કરે છે કે જે અમારા જનરલ બિઝનેસ માટે અમને પુરી પાડવામા આવી હોય. જે નીચેના હેતુસર હોઈ શકે છે.

 • તમારી વિનંતીનો જવાબ આપવા;
 • કસ્ટમર સર્વિસીસની બાબતો સહિત તમને અપાતી સર્વિસ આપવા;
 • હાલની સર્વિસીસ કે નવી સર્વિસીસ અથવા પ્રમોશન્સ કે જે અમારા દ્વારા ડેવલપ કરવામા આવે છે તેના માટે અમારા અથવા અમારા સહયોગી દ્વારા તમારા સાથે કોમ્યુનિકેશન કરવા અને તમને ઉપલબ્ધ થઈ શકે તેવી તકો માટે;
 • નવા ફીચર્સ અથવા અમારી સર્વિસીસના વિસ્તરણ બાબતે તમને સૂચિત કરવા;
 • તમે પુછપરછ કરી હોય તેવી નોકરી વિષયક કે કારકીર્દિ સંબંધીત તકો વિષયક બાબતોનો જવાબ આપવા
 • અમારી સર્વિસીસ અને કામગીરી તમારા માટે કાર્યરત છે તે બાબતે તમને ખાત્રી આપવા;
 • જાહેરખબરો અથવા પહોંચ બાબતે અસરકારકતાને સમજવા કે માપણી કરવા;
 • વેબસાઈટ્સ, નિયમો અને શરતોમાં ફેરફાર, વપરાશકાર કરાર અને પોલીસીઓ અથવા તો વહિવટી માહિતી સંદર્ભે તમને મહત્વની માહિતી મોકલવા
 • માર્કેટિંગ ઈને ઈવેન્ટસઃ અમે પર્સનલ માહિતીનો ઉપયોગ તમારી સાથે વિવિધ પ્લેટફોર્મ જેવા કે ઈમેઈલ, ટેલિફોન કે ટેક્સ મેસે, ડાયરેકટ મેઈલ અને ઓનલાઈન પ્લેટફોર્મ પર માર્કેટિંગ અને ઈવેનટ સંબંધિત કોમ્યુનિકેશન કરવા કરીએ છીએ. અમે જો તમને માર્કેટિંગ ઈમેઈલ મોકલીએ તો તેમાં તે બાબતનો પણ સમાવેશ હોય છેકે ભવિષ્યમાં તમારે આ પ્રકારના મેઈલ ન મેળવવા હોય તો કયો વિકલ્પ પસંદ કરવો. અમે તમારી માહિતી અને માર્કેટિંગ પસંદગીઓનું યોગ્ય વહિવટીકરણ કરવા તમારા માટે ઈમેઈલ પ્રેફરન્સ સેન્ટર પણ મેઈન્ટેન કરીએ છીએ. મહેરબાની કરીને એ બાબત ખાસ યાદ રાખો કે જો તમે માર્કેટિંગ સંબંધિત મેઈલ મેળવવા બાબતે વિકલ્પ નાપસંદ કરો છો તો તમને અમારા તરફથી મહત્વના સર્વિસ ઈન્ફોર્મશન સંબંધીત મેઈલ તમારા એકાઉન્ટસ પર અને સબસ્ક્રિપ્શન્સમાં મળવાનું ચાલુ રહી શકે છે.
 • સંભવિત કરાર ભંગ કે અન્ય કોઈ ગેરરીતિ બાબતે તપાસ કરવા,હકો અને મિલકતોનું રક્ષણ કરવા અથવા ટીએમએલ અને અમારી વેબસાઈટના વપરાશકારોની સલમાતી માટે
 • કાયદાકીય જવાબદારીઃ અમારે કાયદાકીય અને ફરિયાદ સંબંધિત કારણોસર તમારી ખાનગી માહિતી વાપરવાની જરૂર પડી શકે છે. ફરિયાદ સંબંધિત કારણો જેવા કે ગુનો રોકવા કે ગુનાની તપાસ કરવા અને શોધખોળ કરવા તેમજ છેતરપીંડી બાબતે. અમારા આંતરિક અને બાહ્ય ઓડિટ જરૂરિયાતોને પુરી કરવા અમે તમારી ખાનગી માહિતી વાપરી શકીએ છીએ, સિક્યોરિટી હેતુથી કોઈ માહિતી હોય કે પછી અમને લાગે કે ખરેખર આ યોગ્ય અને જરૂરી છે ત્યારે અમે તમારી અંગત માહિતી વાપરીએ છીએ.
 • લાગુ થયેલા કાયદા હેઠળ ,કે જે પછી તમારા દેશની બહાર હોય કે અંદર હોય તેવા કોઈ પણ કાયદા
 • વિવિધ પ્રકારની કોર્ટ, કાયદા અમલીકરણ સંસ્થાઓ, નિયંત્રણકારી સંસ્થાઓ કે એજન્સીઓ અને જાહેર તેમજ સરકારી સત્તામંડળો કે પછી તમારા દેશની બહાર હોય તેવા કોઈ સત્તામંડળ દ્વારા માંગવામા આવેલી માહિતીનો જવાબ આપવા.

અમે તે જ માહિતી મેળવવા કે એકઠી કરવા પ્રયત્ન કરીએ છીએ કે જે અમારી સર્વિસીસને તમારા માટે તમારી રજુઆત મુજબ સારી બનાવવા માટે વ્યાજબી રીતે જરુરી હોય. તમે એ બાબત જાણવા માટે કે ખાત્રી કરવા માટે હકદાર છો કે તમારા દ્વારા અપાયેલી માહિતી ચોક્કસ,સંપૂર્ણ અને હાલની જ છે.

અમારી વેબસાઈટ, મોબાઈલ એપ્લિકેશન કે અન્ય કોઈ પણ માધ્યમમાં તમારી સંપર્ક માહિતી આપ્યા બાદ તમે ટીએમલ અથવા તેની સંકળાયેલા લોકો તરફથી ઈમેઈલ, એસએમએસ, ફોન કોલ કે વોટ્સએપ કોલ સહિતના પ્રત્યાયન માટે સંમંત છો કે સંમંતિ આપો છો તેવુ મનાશે.

ટીએમલ તમારા વેબસાઈટ માટેના સંપૂર્ણ વપરાશના અધિકારને કે કોઈ ભાગના વપરાશના અધિકારીને કોઈ પણ સમયે નોટિસ વગર ટર્મિનેટ કરવાનો પુરી રીતે એકાધિકાર ધરાવે છે.

ક્યારે અમે તમારો પર્સનલ ડેટા શેર કરીએ કે અન્યને આપીએ

ટીએમએલ પર્સનલ ડેટા ત્યારે જ અન્ય કોઈ સાથે વહેંચે છે કે જ્યારે સર્વિસ પુરી પાડવા જરુરી હોય અથવા અમારા બિઝનેસ સંબંધિત કોઈ કામગીરી કરવાની હોય. જો ટીએમએલ દ્વારા તમારો પર્સનલ ડેટા બહાર ટ્રાન્સફર થાય કે કરવાનો હેતુ રાખે તો ટીએમએલ તમારા પ્રાઈવસી રાઈટસ(અંગત હકો) સુરક્ષિત હોવાની ખાત્રી આપતા પગલા લેશે અને સાથે એ પણ ખાત્રી કરશે કે પુરતા સલામતીરક્ષકો તે માટે છે કે નહીં. અમે તમારા વિશે એ પ્રકારની કોઈ પણ સ્પેશ્યલ કેટેગરીની અંગત માહિતી (જેમાં ધાર્મિક કે વૈચારિક માન્યતા, જાતિગત જીવન, રાજકીય મંતવ્યો, વ્યાપારિક સંગઠન સભ્યપદ,આરોગ્ય સંબંધિત માહિતી, જીનેટિક અને બાયોમેટ્રિક ડેટા જેવી માહિતી સમાવિષ્ટ થાય છે) નથી માંગતા એક એકઠી કરતા. ઉપરાંત અમે ગુનાહિત પ્રવૃતિ બાબતે કે તે સંબંધિત કોઈ માહિતી પણ એકઠી નથી કરતા.

ટીએમએલ તમારી સંમતિ સાથે તમારા વિશેની માહિતી ટીએમએલના બિનજોડાયેલા થર્ડ પાર્ટી ગ્રાહકો સાથે જાહેર કરી શકે છે અને તે આ સાઈટ પર રજૂ કરાયેલી સ્ટાફ સંબંધિત તકો બાતે તમારી અરજીના સંદર્ભમાં હેાઈ શકે છે અથવા અમારા સંલગ્ન બાબતે વેબસાઈટ પર મુકાયેલી તકો અંગેની જાહેરખબરો સંદર્ભે હેાઈ શકે. જેમ કે ઉદાહરણરૂપે-

 1. ટીએમએલની અંદરઃ ટીએમએલની વિવિધ ટીમોની મદદથી અમારો બિઝનેસ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે અને કાર્યરત છે ,જેથી અંગત માહિતી તેઓને પુરી પાડવામા આવે છે જો સર્વિસીસ સંબંધીત જોગવાઈની જરૂરિયાત હોય તો, અકાઉન્ટ વહિવટી પ્રક્રિયા હોય કે સેલ્સ માર્કેટિંગ, ગ્રાહકલક્ષી અને ટેકનિકલ સપોર્ટ તેમજ બિઝનેસ અને પ્રોડકટ ડેવલપમેન્ટ સંબંધિત હોય. અમારા તમામ કર્મચારી અને કોન્ટ્રાકટર્સને પર્સનલ ડેટાના ઉપયોગ સમયે અમારી ડેટા પ્રોટેકશન અને સિક્યુરિટી પોલિસી (માહિતી સુરક્ષા અને સલામતી નીતિ)ને અનુસરવી જરૃરી હોય છે.
 2. જોડાયેલા (આનુષંગિકો): અમારી મુખ્ય કંપની, સબસીડરીઝ, જોઈન્ટ વેન્ચર્સ, ગ્રુપ અને એસોસિએટ કંપનીઓ. આ તમામ લોકો તમારી માહિતીનો ઉપર જણાવ્યા મુજબના હેતુ માટે ઉપયોગ કરી શકે છે.
 3. ડીલર્સઃ અમારા અધિકૃત ડીલર્સ કે જેઓ સ્વતંત્ર માલિકીપણુ ધરાવે છે અથવા સંચાલન માટે સ્વતંત્ર છે. તેઓ આ માહિતી પોતાના રોજિંદા ધંધાકીય હેતુઓ જેવા કે માર્કેટિંગ, ગ્રાહક સર્વિસ, જરૂરી સંતોષકારક સુવિધા આપવા કે તે સંબંધિત કામગીરી માટે ઉપયોગમાં લઈ શકે છે.
 4. ડિસ્ટ્રિબ્યુટર્સઃ અમારા અધિકૃત ડીલર્સ કે જેઓ સ્વતંત્ર માલિકીપણુ ધરાવે છે અથવા સંચાલન માટે સ્વતંત્ર છે. તેઓ આ માહિતી પોતાના રોજિંદા ધંધાકીય હેતુઓ જેવા કે માર્કેટિંગ, ગ્રાહક સર્વિસ, જરૂરી સંતોષકારક સુવિધા આપવા કે તે સંબંધિત કામગીરી માટે ઉપયોગમાં લઈ શકે છે.
 5. અમારા બિઝનેસ પાર્ટનર્સઃ અમે સંજોગો મુજબ સંલગ્ન કે કો બ્રાન્ડેડ સર્વિસીસની ડિલિવરી માટે કે કન્ટેટ પુરુ પાડવા અથવા ઈવેન્ટ કે કોન્ફરન્સ કે પછી સેમિનાર યોજવા અમારા સંગઠનો-ઓર્ગેનાઈઝર્સ સાથે જોડાતા હોઈએ છીએ. આ આયોજનોના ભાગરૃપે, તમે ટીએમએલ કે અમારા પાર્ટનર્સ બંનેના ગ્રાહક હોવ,અમે તમારી માહિતી એકઠી કરીએ અને એક બીજા સમક્ષ રજૂ કરતા કે વહેંચતા હેાઈ શકીએ છીએ. ટીએમએલ પર્સનલ ડેટાનો ઉપયોગ કે જાળવણી પ્રાઈવસ નોટીસને અનુરૃપ કરે છે.
 6. અમારા થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઈડર્સ: અમે સમગ્ર વિશ્વમાં ફેલાયેલા સર્વિસ પ્રોવાઈડર્સ સાથે જોડાયેલા હોઈએ છીએ અને પર્સનલ ડેટા આ પક્ષકારોને માત્ર ત્યારે જ પુરો પાડવામા આવી શકે કે જ્યારે તેઓ દ્વારા પુરી પાડવામા આવતી સર્વિસની જરૃરિયાત હોય, આ સર્વિસમાં સોફ્ટવેર, સીસ્ટમ અને પ્લેટફોર્મ સપોર્ટ, ડાયરેકટ માર્કેટિંગ, કલાઉડ હોસ્ટિંગ, એડવર્ટાઈઝિંગ અને અન્ય જરૃરી સર્વિસ હોય. અમારા થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઈડર્સને અમારા દ્વારા અપાયેલ પર્સનલ ડેટાનો ઉપયોગ અમને અપાતી સર્વિસ સિવાય અન્ય કોઈ પણ હેતુ માટે વાપરવાની મંજૂરી નથી હોતી. વધુમાં જો અમને કોઈ કેસમાં તમારી અંગત માહિતીને ત્રાહિત પક્ષકારોને સોંપવાની જરૂર પડે તો અમે એવા પક્ષકારોને પસંદ કરીએ છીએ કે જેઓ યોગ્ય હોય અથવા તો ટેકનિકલ રીતે અને ભૌતિક રીતે ડેટાની સંપૂર્ણ જાળવણી કરી શકે તેમજ આવા થર્ડ પાર્ટીઝ સર્વિસ પ્રોવાઈડર પર કંટ્રોલ કરી શકાય તેમજ તેમની પર નજર રાખી શકાય.અમે તમારો પર્સનલ ડેટા માર્કેટિંગ હેતુ માટે ત્રાહિત પક્ષકારોને વેચાણ કે ભાડેથી નથી આપતા. જો કે તેમ છતાં ડેટાના એકત્રિકરણ હેતુ માટે અમે તમારા પર્સનલ ડેટાનો ઉપયોગ કરી શકીએ કે જેમાં અમે અમારા વિવેક બુદ્ધિથી અન્ય પક્ષકારોને વેચી શકીએ. આ પ્રકારના ડેટા એકત્રીકરણમાં તમારી કોઈ પણ પર્સનલ વિગતોનો સમાવેશ થતો નથી. અમે કોઈ પણ પ્રકારની વ્યક્ગિત માહિતી કે જે ડેટા કલેકટિંગના હેતુ અંતર્ગત વર્ણવામા આવી હોય અને જે તમારુ નામ, ફોન નંબર, રહેઠાણ એડ્રેસ, શહેર, રાજ્ય, પ્રદેશ, કૂકીઝ અને આઈપી એડ્રેસ સહિત કંઈ પણ હોય શકે ,તે ઈમેઈલ્સ ,ઈન્ટરનેટ વગેરે સહિતના સેવા અમને પુરી પાડવા માટે અમારા દ્વારા રખાયેલા થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઈડર્સને તમારી મંજૂરી વગર આપી શકીએ. આ થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઈડર્સ સમાવિષ્ટ થઈ શકે પરંતુ પેમેન્ટ પ્રોસેસર્સ, તમામ સેન્ટર્ર, ડેટા મેનેજમેન્ટ સર્વિસીસ, હેલ્પ ડેસ્ક પ્રોવાઈડર્સ, એકાઉટન્ટસ, લો ફર્મ્સ, ઓડિટર્સ, શોપિંગ કાર્ટ અને ઈમેઈલ સર્વિસ પ્રોવાઈડર્સ તેમજ શિપિંગ કંપનીઓ સુધી મર્યાદીત નથી. આ પ્રકારના થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઈડર્સને તમારી વ્યક્ગિત માહિતીને આપતા અમે યોગ્ય હોય તેવા તમામ ટેકનિકલ સુરક્ષા સાધનોનું ધ્યાન રાખીએ છીએ. તમે જ્યારે પણ તમારી વ્યકિગત માહિતીને થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઈડર્સ સાથે વહેંચવા બાબતની જોગવાઈ બંધ કરવા માટે વિનંતી કરશો કે અમે આ જોગવાઈ બંધ કરી દઈશુ. તમે જો આ પ્રકારના સુરક્ષા પગલાઓ અથવા તમારી વ્યક્ગિત માહિતીને થર્ડ પાર્ટીને આપવા માટેની જોગવાઈ બંધ કરવા બાબતે કોપી મેળવવા માંગતા હોવ તો તમે તમારી વિનંતી અમને dpr@tatamotors.com પર મોકલી શકો છો. અમે જ્યારે પણ તમારી વ્યકિગત માહિતી થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઈડર્સને આપી છીએ કે થર્ડ પાર્ટી તરફથી કોઈ વ્યક્તિગત માહિતી મેળવીએ છીએ ત્યારે અમે આ પ્રકારની જોગવાઈનું રેકોર્ડ રાખીએ છીએ. વધુમાં અમે થર્ડ પાર્ટી પાસેથી વ્યક્ગિત માહિતી કે પર્સનલ ડીટેઈલ્સ મેળવીએ છીએ ત્યારે આવી પર્સનલ ડીટેઈલ્સ મેળવવા બાબતની જરૂરીયાત કે પરિસ્થિતિને ચકાસીશું.
 7. કાયદેસરના કારણો માટે થર્ડ પાર્ટીઝઃ પર્સનલ ડેટા અમે ત્યારે શેર કરીશું કે જ્યારે આ પ્રકારની જરૂરિયાતો હોય:

  • કાયદાકીય નિયમોનું પાલન કરવાનું હોય અને કાયદાનો અમલ કરાવતી સંસ્થાઓ અને અન્ય જાહેર સત્તામંડળો સહિતની સરકારી સંસ્થાઓ-એજન્સીઓ કે જે તમારા દેશની બહાર પણ હેાઈ શકે ,તેઓ તરફથી મંગાયેલી માહિતી સંદર્ભે જવાબ રજૂ કરવાનો હોય.
  • જોડાણ કે મર્જર, વેચાણ,ફેરમાળખુ કે રીસ્ટ્રકચર, ટ્રાન્સફર સહિતની કોઈ પ્રક્રિયા કે પછી અન્ય કોઈ પણ તમારા બિઝનેસ કે મિલકત અથવા સ્ટોક (બેંક્રપ્સી અથવા તેને સમાન અન્ય પ્રક્રિયાને લગતી બાબતો સમાવિષ્ટ) સોંપણી કે ડિપોઝિશનની બાબત હોય.
  • અમારા હકો, વપરાશકર્તાઓ, સીસ્ટમ્સ અને સર્વિસીસને રક્ષણ પુરુ પાડવા.

અમે ક્યાં પર્સનલ ડેટા સાચવીએ છીએ અને પ્રોસેસ કરીએ છીએ

ટીએમએલ એ એક વૈશ્વિક ઓર્ગેનાઈઝેશન છે, અમે અમારા દ્વારા એકઠી કરાયેલી માહિતી પ્રાઈવસી નોટિસને અનુરૃપ પ્રક્રિયામાંથી પસાર થઈ છે કે નહી તેની ખાત્રીના પગલા લઈએ છીએ અને ડેટા જ્યાંનો હોય તેને અનરૂપ કાયદાની જરૂરિયાતો પૂર્ણ થઈ છે કે નહીં. ટીએમએલ દેશ અને દુનિયામાં ફેલાયેલી તેની ઓફિસો દ્વારા નેટવર્ક, ડેટાબેઝ,સર્વર્સ, સીસ્ટમ,સપોર્ટ, અને હેલ્પ ડેસ્ક્સ ધરાવે છે. અમારા બિઝનેસ, વર્કફોર્સ, અને ગ્રાહકોની જરૃરિયાતને પુરી કરવા અમે થર્ડ પાર્ટી એટલે કે ત્રાહિત પક્ષકારો જેવા કે ક્લાઉડ હોસ્ટિંગ, સર્વિસ પ્રોવાઈડર્, સપ્લાયર્સ, ટેકનોલોજી સપોર્ટ સાથે જોડાણ કરીએ છીએ. અમે પર્સનલ ડેટા યોગ્ય રીતે પ્રોસેસ થયો છે કે નહી અને તે સુરક્ષિત છે કે નહી અને અમલી કાયદાને અનુરૂપ છે કે નહી તેની ખાત્રી કરતા પુરતા પગલા લઈએ છીએ.

ટીએમએલ તમારો પર્સનલ ડેટા કોઈને પણ વેચાતી નથી કે ભાડે નથી આપતી. જો પ્રોડક્ટ કે સર્વિસ પુરી પાડવા કોઈ કેસમાં આવુ કરવાની જરૃર પડે તો અમે તમારો પર્સનલ ડેટા ટીએમએલની અંદર અથવા થર્ડ પાર્ટી સમક્ષ જાહેર કરતા હોઈએ. જ્યારે અમે તમારુ ઘર જ્યાં છે તે દેશમાં લાગુ પડેલા ડેટા પ્રાઈવસીના રક્ષણ બાબતના કાયદાને અનુરૃપ સમાન કાયદા જે દેશોમાં નથી લાગુ ત્યાં પર્સનટલ ડેટા કે માહિતી ટ્રાન્સફર કરતા સમયે અમે પ્રાઈવસી પ્રોટેકશન માટેના જરૃરી પગલા સંદર્ભે પુરી ખાત્રી કરીએ છીએ. જેમ કે, અમે મંજૂર કરાર આધારીત કલમો, એક કરતા વધુ પક્ષકારોમા ડેટા ટ્રાન્સફરના કરારો, આંતરસમુહ કરારોનો ઉપયોગ તમારી માહિતી જેઓએ મેળવી છે તેઓ દ્વારા રક્ષણ અપાય છે કે નહી તે માટે કરીએ છીએ

કઈ રીતે અમે તમારો પર્સનલ ડેટા સુરક્ષિત રાખીએ છીએ

ટીએમએલ તમારો પર્સનલ ડેટા રક્ષિત રાખવા કે પ્રોટેક્ટ રાખવા જરૂરી ટેકનોલોજી અને પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. અમારી ઈન્ફોર્મેશન સિક્યુરિટી પોલીસીઝ અને પ્રક્રિયાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપકપણે સ્વીકાર્ય અને ખૂબ જ નજીકથી જોડાયેલી હોય છે. ઉપરાંત તેનું નિયમિતપણે અવલોકન થાય છે અને અમારી બિઝનેસ જરૃરિયાતોને અનુરૃપ તેમાં ટેકનોલોજી કે નિયંત્રણકારી બાબતોને લઈને સુધારા વધારા કરવામા આવે છે. જેમ કે,

 • પોલીસીસ અને પ્રક્રિયાઃ ટીએમએલ તમારા પર્સનલ ડેટાને નુકશાન, ગેરઉપયોગ,વૈકલ્પિક ઉપયોગ અથવા ગેરહેતુથી બચાવવા માટે જરૂરી અને વ્યાજબી ટેકનોલોજીકલ, ફિઝિકલ અને ઓપરેશનલ સિક્યુરિટી પ્રક્રિયાનો અમલ કરે છે. અમારા સિક્યુરિટી પગલા સમયાંતરે તપાસવામા આવે છે અને તેમાં જરૂરી સુધારા વધારા તમારી માહિતીની સુરક્ષાને અનુરૂપ કરવામા આવે છે.
 • તમારા પર્સનલ ડેટાના વધુ પડતા ઉપયોગ માટે અમે જરૂરી પ્રતિબંધો પણ મુકીએ છીએ.
 • અમે ડેટાને સાચવવા અને સુરક્ષિત રાખવા મોનિટરિંગ અને ફીઝિકલ માપદંડો સાથેના જરૂરી સલામતી પગલાં લઈએ છીએ તેમજ નિયંત્રણો રાખીએ છીએ.
 • પર્સનલ ડેટાનો ઉપયોગ કરતા અમારા કર્મચારીઓ કે કોન્ટ્રાક્ટર્સને માહિતીની સાચવણી અને સલામતી માટે તેમજ માહિતીની અંગતતા સાચવવા-પ્રાઈવસી માટે જરૂરી ટ્રેનિંગ, ઈન્ફોર્મેશન સિક્યુરિટી તથા પ્રાઈવસીની પણ અમને જરૂર છે.
 • અમારા કર્મચારીઓ અને કાન્ટ્રાકટર્સ દ્વારા અમારી માહિતીના ઉપયોગ સંદર્ભે સિક્યુરિટી પોલીસીઝ અને પ્રક્રિયાનું પુરતુ પાલન કરવામા આવે છે કે નહી અને કરાર આધારીત શરતી બાબતોનુ પાલન કરે છે કે નહી તેની ખાત્રી માટે પણ અમે જરૂરી પગલા લઈએ છીએ.
 • અમારા થર્ડ પાર્ટી વેન્ડર્સ કે પ્રોવાઈડર્સ દ્વારા પર્સનલ ડેટાને સુરક્ષીત રાખવા માટે અમારા દ્વારા લાગુ કરાયેલી પોલીસી અને પ્રક્રિયાનુ પુરતુ પાલન થાય છે કે નહી તેનું પણ અમે જરૂર પડે અવલોકન કરીએ છીએ.

કૂકીઝ

સમય સમય પર અમે વેબસાઈટની ભાષામાં કહેવાતી એવી સ્ટાન્ડર્ડ ટેકનોલોજી કૂકીઝનો ઉયપોગ કરીએ છીએ. કૂકી એ નાની ટેક્સ (લખાણ) ફાઈલ હોય છે અને જે વપરાશકર્તા કે યુઝર અથવા ડિવાઈઝને ઓળખવા માટે અને માહિતી મેળવવા માટે કમ્પ્યુટર કે અન્ય કોઈ ડિવાઈસમાં મુકવામા આવે છે. કૂકિઝ ખાસ કરીને ચાર કેટેગરીમાંથી કોઈ એક સાથે જોડાયેલી હોય છે અને જે તેના કાર્ય કે કોઈ હેતુ પર આધારીત હોય છે કે જેવા કે નેસેસરી કૂકિઝ, પર્ફોમન્સ કૂકિઝ, ફંકશન કૂકિઝ અને માર્કેટિંગ હેતુ માટે કૂકિઝ. કૂકી તમારી હાર્ડ ડ્રાઈવના અન્ય કોઈ ડેટા સાથે બદલી કે સાંકળી શકાતી નથી કે કમ્પ્યુટર વાઈરસને પાસ કરી શકાય કે ના તો તમારુ ઈમેઈલ એડ્રેસ કેપ્ચર કરી શકાય છે. હાલ વેબસાઈટ્સ યુઝર કે વપરાશકર્તાની વેબસાઈટ પરની મુલાકાત વધારવા માટે કૂકીઝનો ઉપયોગ કરે છે. કૂકીઝ સલમાત રીતે યુઝરના આઈડી અને પાસવર્ડ, પર્સનલાઈઝ હોમ પેજીસને સ્ટોર કરે છે અને વેબસાઈટનો કયો ભાગ જોવામા આવ્યો તેને ઓળખે છે. શક્ય છે કે કૂકીઝ જ્યારે મુકવામા આવે ત્યારે તમને માહિતી મળે તે રીતે તમારા બ્રાઉઝરને સેટ કરવામા આવે. આ સમયે તમારી પાસે એ તક હોય છે કે તમારે કૂકી એક્સેપ્ટ કરવી કે નહી. કઈ રીતે અને ક્યારે વિઝિટર્સે અમારી વેબસાઈટનો ઉપયોગ કર્યો અને મુલાકાત લીધી તે દર્શાવવા આ માહિતી અમને ઉપયોગી થઈ શકે છે અને સાથે તેના દ્વારા સતત રીતે અમે અમારી વેબસાઈટને સુધારી શકીએ છીએ. કૂકીઝ અમને તમારી કોઈ પણ વ્યક્તિગત માહિતી પુરી પાડતી નથી, કે જ્યાં સુધી તમે સ્પષ્ટપણે અમને કોઈ વધારાની માહિતી આપો. ટીએમએલ અમારા દ્વારા અથવા થર્ડ પાર્ટી કે ત્રાહિત પક્ષો પાસેથી મેળવેલી કોઈ પણ વ્યકિગત રીતે ઓળખી શકાય તેવી માહિતી સાથે અમારી કૂકીઝ ઈન્ફોર્મેશનને મર્જ (જોડતુ) નથી કરતી કે સાંકળતી નથી.

અમે કૂકીઝનો ઉપયોગ કરી શકીએ કે જ્યારે (1) વેબસાઈટ પર તમારી લીધેલી મુલાકાતની સંખ્યા ગણવાની હોય (2) અજાણી વ્યક્તિઓની ગણતરી કરવાની હોય,વેબસાઈટના વપરાશની સરેરાશ આંકડાકીય માહિતી મેળવવાની હોય (3) તમારી જરૂરિયાતને અનુરૂપ યોગ્ય સામગ્રી કે વિગતો પુરા પાડવાના હોય અથવા વેબસાઈટમા જોવાયેલી બાબતોની હિસ્ટ્રી તપાસવાની હોય (4) તમારો પાસવર્ડ સેવ કરવાનો હોય (માત્ર ત્યારે જ કે જ્યારે તમે આ માટે સંમતિ આપીહોય) કે જેનાથી તમારે અમારી સાઈટની વારંવારની મુલાકાત સમયે વારંવાર પાસવર્ડ દાખલ ન કરવો પડે. તમે કૂકીઝને નિષ્ક્રિય કે ડિસેબલ પણ કરી શકો છો. તમારા બ્રાઉઝર પસંદગીઓને મોડીફાઈ કરીને તમે તમામ કૂકીઝને સ્વીકારી કે નકારી શકો છો, અથવા કૂકીઝ સેટ હોય ત્યારે નોટિફિકેશનની વિનંતી મોકલી શકો છો.

ખૂબ જ જરૂરી કૂકીઝ

આ કૂકીઝ વેબસાઈટની યોગ્ય કામગીરી માટે ખૂબ જ જરૂરી હોય છે, જેવી કે સામગ્રીને પ્રદર્શીત કરવી, લોગિંગ ઈન, તમારા સેશનને માન્ય કરવુ, સર્વિસીઝ માટેની તમારી વિનંતીનો પ્રતિસાદ આપવો. મોટા ભાગના વેબ બ્રાઉઝર કૂકીઝના ઉપયોગને અક્ષમ કરવા સેટ કરી શકાય છે. જો કે તમે આ કૂકીઝને અક્ષમ કરો છો, તો તમે તમે અમારી વેબસાઈટ પરની સુવિધાઓને યોગ્ય રીતે અથવા તો સંપૂર્ણ રીતે વાપરી નહી શકો.

બાળકો

અમે બાળકોને સીધી રીતે કોઈ પણ સેવા પુરી પાડતા નથી કે તેઓની અંગત માહિતી આગળ આવીને કલેકટ કરતા નથી. માતાપિતા કે વાલી તેમના ૧૩ વર્ષથી નીચેના બાળકોને ટીએમએલની સાઈટ વાપરવા દેવા અને તેને સંબંધીત કાયદાકીય જવાબદારી માટે તેમજ બાળકની મંજૂરી કે મર્યાદા વગરની પ્રવૃતિ માટે મોનિટરિંગ કરવા અને બાળકના ટીએમએલની સાઈટના ઉપયોગ માટે સંપૂર્ણ રીતે સત્તાબદ્ધ છે.

જો ટીએમએલની જાણકારીમા આવશે કે ૧૩ વર્ષથી નીચેની ઉંમરના બાળકોની માહિતી માતા-પિતાની સંમતિ વગર એકઠી કરવામા આવી છે તો ટીએમએલ દ્વારા આવી માહિતી દૂર કરવા માટે જરૃરી પગલાં લેવામા આવી શકે છે.જો કે તેમ છતાં તમારા ધ્યાનમાં આવે કે તમારુ બાળક તેની કોઈ માહિતી ટીએમએલ સમક્ષ રજૂ કરે છે કે સબમીટ કરે છે, તો તમે ટીએમએલના ડેટાબેઝમાંથી આવી માહિતી દૂર કરવા માટે ઈમેઈલ મોકલીને વિનંતી કરી શકો છો. તમારા દ્વારા મળેલા ઈમેઈલ-વિનંતીને આધારે ટીએમએલ ડેટાબેઝમાંથી માહિતી દૂર થઈ છે કે નહી તેની ખાત્રી કરશે.

તમારા હકો અને તમારો પર્સનલ ડેટા

તમારી માહિતીના ઉપયોગ અને નિયંત્રણ બાબતે અમે તમારા હકોનું સમ્માન કરીએ છીએ અને અમે તમારી માહિતી સંદર્ભે દૂર કરવા કે સુધારવા કે ફેરબદલ કરવા બાબતે મળેલી વિનંતીનો જવાબ પણ આપીશું અને જરૃરી પ્રક્રિયા પણ કરીશુ.

કેટલાક કેસમાં નીચે આપેલા વિવિધ અધિકારોને મેળવતા કે ઉપયોગમા લેતા પહેલા તમારે તમારી ઓળખના પુરાવા સાથે અમને પ્રતિસાદ આપવાની જરૂર પડશે.

 • માહિતી મેળવવા કે વાપરવા અધિકાર: કોઈ પણ તબ્ક્કે તમે તમારી માહિતી કે જે અમારી પાસે છે તેના ઉપયોગ બાબતે કે તેના વધુ પડતા ઉપયોગ સંદર્ભે અને કોના દ્વારા ઉપયોગ થાય છે તથા અમે ક્યાંથી તે માહિતી મેળવીએ છીએ તે જાણવા બાબતે અમારો સપર્ક કરી શકો છો. એકવાર અમને તમારી વિનંતી મળશે કે તરત અમે તેની સામે પ્રતિસાદ આપતા એક મહિનામાં જવાબ આપીશુ. આ માટે પ્રથમ વિનંતીનો કોઈ પણ ચાર્જ કે ફી નથી પરંતુ જો વધુ વિનંતી સમાન ડેટા માટે કરવામા આવી હશે તો તે વહિવટી ફીને આધીન રહેશે. તમારે આવી કોઈ વિનંતી કરવા માટે કોઈ કોઈ કારણ આપવાની જરૂર નથી પરંતુ તમારી પાસે તમારી પાસે તમારી ઓળખનો વ્યાજબી પુરાવો હોવો જોઈએ અને જે પુરો પાડવો પડશે.
 • માહિતીને સુધારવાનો કે તેમાં ઉમેરો કરવાનો હકઃ અમારી પાસે રહેલ તમારો પર્સનલ ડેટા જો બહુ જુનો હોય કે અધુરો હોય કે ખોટો હોય તો તમે અમને જાણ કરી શકો છો અને અમે તમારો ડેટા સુધારી દઈશું.
 • તમારી માહિતીને દૂર કરવાનો અધિકારઃ જો તમને લાગે કે અમારે તમારી માહિતીને વધુ સમય માટે ન વાપરવી જોઈએ કે રાખવી જોઈએ અથવા તો અમે ગેરકાયદે રીતે તમારો પર્સનલ ડેટા વાપરીએ છીએ તો તમે અમને તે દૂર કરવા માટે વિનંતી કરી શકો છો. તમારી વિનંતી મળતા અમે તેની ખરાઈ કર્યા બાદ પર્સનલ ડેટા ડીલીટ કરી દઈશુ અથવા ડીલીટ નહી કરવાનું કારણ જણાવીશું. (જેમ કે ઉદાહરણ રૂપે અમારે કાયદાના હિતમાં અથવા નિયંત્રણકારી હેતુ માટે જરૂરી છે)
 • પ્રોસેસિંગ માટે વાંધો રજૂ કરવાનો અધિકાર: તમને અધિકાર છે કે અમારી પાસે રહેલ પર્સનલ ડેટાને પ્રોસેસિંગ માટે અટકાવવા વિનંતી કરી શકો. તમારી વિનંતી મળતા અમે તમારો સંપર્ક કરીશુ અને અમે તેમને જણાવીશુ કે તે પ્રોસેસિંગ ન કરવા અમે સક્ષમ છીએ કે કાયદાકીય બાબતોને લઈને પ્રોસેસિંગ કરવુ જરૂરી છે. તમારા વાંધા રજૂ કરવાના અધિકારને રજૂ કર્યા બાદ પણ અમે તામરો ડેટા તમારા અન્ય અધિકારીઓનુ પાલન કરવા કે કાયદાકીય દાવાઓના બચાવ માટે રજૂ કરવા રાખી શકીએ છીએ.
 • ડેટા ટ્રાન્સફર કે પોર્ટેબિલિટીનો અધિકારઃ તમારો ડેટા કે જે અમારી પાસે છે તેને અન્ય કોઈને ટ્રાન્સફર કરવા માટે તમે અમને વિનંતી કરવા અધિકાર ધરાવો છો. જો તે શક્ય હશે તો અમે તમારી વિનંતીને પુરી કરીશું અને તે પણ વિનંતી મળ્યાના એક મહિનામાં.
 • તમારી સમંતિ પાછી ખેંચવાઃ તમારા પર્સનલ ડેટા સંદર્ભે આપેલી સમંતિને ડેટાના પ્રોસેસિંગ માટે કોઈ પણ સમયે તમે પાછી ખેંચી શકો છો. તમે ટેલિફોન કે ઈમેઈલ કે પોસ્ટ દ્વારા પણ સરળતાથી તમારી સમંતિ પાછી ખેંચી શકો છો. (વિડ્રોવલ-પાછુ ખેંચવાના ફોર્મના સમંતિપત્ર રૂપે).
 • ડેટાના પ્રોસેસિગ બાબતે અધિકાર કે જેમાં પર્સનલ ડેટા કે જ્યાં લાગુ પડતો હોય અને જે લાગુ થતુ હોય તે રીતે તેના પ્રોસેસિંગ માટે વાંધો રજૂ કરવાનો અધિકાર છે.
 • ફરિયાદનો અધિકાર કે જેમાં ડેટા પ્રોટેકશન રીપ્રેઝન્ટેટિવ સમક્ષ તમારી ફરિયાદ નોંધાવા માટેનો અધિકાર છે.
 • તમે અમને અથવા ત્રાહિત પક્ષકારોને કોઈ પણ સમયે અમારો સંપર્ક કરીને માર્કેટિંગને લગતા મેસેજીસ મોકલવાનું બંધ કરવા કહી શકો છો. જ્યાં પણ તમે માર્કેટિંગને લગતા આ મેસેજીસ મેળવવાનું નાપસંદ કરો છો કે ત્યાં આ ઉત્પાદવન કે સેવા ખરીદી, વોરંટી નોંધણી, ઉત્પાદન કે સેવા અનુભવ અથવા અન્ય વ્યવહારોના પરિણામે અમને પુરા પડાયેલ પર્સનટલ ડેટા પર લાગુ થશે નહીં.
 • અમારા કે અમારી સાથે જોડાયેલા હોય તેવા તરફથી મળતા ઈમેઈલ મેળવવા કે ન મેળવવાનો વિકલ્પ હંમેશા તમારી પાસે રહેશે. અમે તમારુ ઈમેઈલ એડ્રેસ અમારી સાથે જોડાયેલ ન હોય તેવા ત્રાહિત પક્ષકારોને તમારી મંજૂરી વગર (સિવાય કે અમારા બિઝનેસનું વેચાણ અથવા ટ્રાન્સફર થતુ હોય કે અથવા અમારી કંપની બેંક્રપ્સી (નાદારી) નોંધાવે ) નથી વેચતા કે નથી ભાડે આપતા કે નથી તેનો વેપાર કરતા

તમારો ડેટા અમે કેટલા સમય સુધી રાખીએ છીએ?

તમારી અંગત માહિતી અમે ત્યાં સુધી રાખી શકીએ કે જ્યાં સુધી તેને વાપરવા માટે અમારી પાસે વ્યાજબી કારણ હોય અથવા બિઝનેસને લગતો કે કાયદાકીય બાબતનો હેતુ હોય. ડેટા રાખવા માટેના સમયને નિર્ધારિત કરવા ટીએમએલ સ્થાનિક કાયદા, કરાર આધારિત શરતો અને અમારા ગ્રાહકોની આકાંક્ષાઓ અને જરૃરિયાતોને અનુરૃપ વિચારણા કરે છે. જ્યારે અમને પર્સનલ ડેટાની વધારે જરૃરિયાત કે લાંબા ગાળાની જરૃરિયાત ન હોય તો અમે તે માહિતીને સુરક્ષિત રીતે દૂર કરી દઈએ છીએ અથવા તેનો નાશ કરી દઈએ છીએ

ફેરફારો

ટીએમએલ સમય સમય પર પ્રાઈવસી નોટિસમાં સુધારા વધારા કરી શકે છે. અમે તમને અમારી વેબસાઈટ થોડા થોડા સમયે ચેક કરવા અને તેના પરની તાકીદની પ્રાઈવસી નોટિસ જોવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. જેથી તમે માહિતગાર રહી શકો કે ટીએમએલ તમારી માહિતીનો કઈ રીતે ઉપયોગ કરે છે અને તેનું કઈ રીતે રક્ષણ કરે છે. જ્યારે આ નોટિસમા કોઈ મોટો મહત્વનો ફેરફાર કરવાનું જણાશે ત્યારે અમે તેને મહત્વની નોટિસ તરીકે વેબસાઈટ પર મુકીશુ અને લાગુ પડતી કે અસર થતી તારીખ તેને પુરી પાડીશું.

ડેટાનું સંપૂર્ણ રક્ષણ અપાય છે

અમને પુરો પડાયલે તમારા પર્નસલ ડેટાનુ રક્ષણ કરવા અમારી પાસે કડક સુરક્ષા પગલાં છે. અમે તમારી તમામ વ્યક્ગિત માહિતી સુરક્ષિત રીતે રાખીએ છીએ અને તેના કોઈ પણ જાતના નુકશાન ,દુરુપયોગ કે ખોટી રીતની જાહેરાત, ફેરફાર કે વિનાશથી બચાવીએ છીએ. આ પ્રકારના સુરક્ષા પગલા અમે સમયાંતરે અપડેટ પણ કરતા રહીએ છીએ. જો કે તેમ છતાં ટીએમએલ ઈન્ટરનેટ ટ્રાન્સમિશન દરમિયાન વ્યક્તિગત માહિતીના નુકશાન, દુરુપયોગ કે ફેરબદલ કે જાહેરાત બાબતે સુરક્ષા ભંગ માટે જવાબદાર નથી. આ ઉપરાંત આ પ્રાઈવસી પોલીસીમાં સમાવિષ્ટ ન પણ હોય કે તેવી કોઈ પણ બાબતે ટીએમએલ માહિતીના ગુમ થવા કે નુકશાન થવા કે દુરુપયોગ થવા માટે જવાબદાર રહેશે નહી. જો ગુમ થવાનું, નુકશાન કે દુરુપોયગ બાબતે તમારા તરફથી કોઈ બળજબરીપૂર્વકની ઘટના બની હોય કે તમારા લીધે આવી ઘટના બની હોય.

ટીએમએલ તમારો પર્સનલ ડેટા સારા આશય માટે અથવા તો જ્યારે કાયદાકીય જવાબદારીનું પાલન કરવાની જરૂર હોય અથવા સક્ષમ કોર્ટ કે વૈધાનિક સત્તામંડળ દ્વારા કોઈ કાયદા હેઠળ કે ઓર્ડર દ્વારા જાહેરાતની આવશ્યકતા હોય ઉપરાંત જ્યારે ટીએમલના બૌદ્ધિક સંપદા અધિકારો અથવા કાયદાકીય અધિકારોનું રક્ષણ કરવાનું હોય અને બચાવ કરવાનો હોય.

તમારી જવાબદારીઓ

તમારી ટીએમએલ તરફે એ જવાબદારી છે કે તમે કોઈ પણ ગેરકાયદેસર હેતુ માટે અથવા આ નિયમોના વપરાશમાં પ્રતિબંધિત હોય તેવી કોઈ પણ કામગીરી માટે તમે વેબસાઈટનો વપરાશ નહી કરો. વેબસાઈટનો એવી રીતે ઉપગોય ન કરી શકો કે જેનાથી તેને નુકશાન થાય, તે નિષ્ક્રિય થાય કે વધુ બોજ આવે કે અન્યને આ વેબસાઈટના મળતા આનંદ ખલેલ પહોંચે. તમે કોઈ પણ માધ્યમમાં પ્રત્યક્ષ કે આડકતરી રીતે અમારી પૂર્વ સંમતિ વિના ટીએમએલ વેબસાઈટ પરથી મેળવેલ કોઈ પણ ડેટા, સેવાઓને બદલી કે નકલ નહી કરી શકો અન્ય વહેંચી કે પરિવર્તિત નહી કરી શકો તેમજ પ્રદર્શિત કે પુનઃનિર્મિત નહી કરી શકો. ના તો આ સામગ્રીઓ કે ના તો તે હેઠળનો કોઈપણ ભાગ કમ્પ્યુટરમાં સંગ્રહિત કરી શકાશે સિવાય કે વ્યક્તિગત અને બિન વ્યાપારિક વપરાશ હોય.

નિયમનકારી કાયદો / અધિકાર ક્ષેત્ર

આ પ્રાઈવસી પોલીસી ભારતના કાયદા દ્વારા સંચાલિત થશે અને ઉદભવતા કોઈ પણ વિવાદનો નિકાલ માટે મુંબઈ (ભારત)ની અદાલતો વિશિષ્ટ અધિકાર ક્ષેત્રે રહેશે.

પ્રશ્નો / સંપર્ક માહિતી

આ પ્રાઈવસી નોટિસ પોલીસી બાબતે જો તમને કોઈ પણ પ્રશ્ન હોય કે તમારુ કોઈ સૂચન હોય તો તમે dpr@tatamotors.com પર ઈમેઈલ કરીને અમારો સંપર્ક કરી શકો છો.

આ તારીખથી લાગુઃ 24.03.22