Tata Ace Gold Sampporna Seva banner

સંપૂર્ણ
સેવા 2.0

સંપૂર્ણ સેવા 2.0

તમે જ્યારે ટાટા મોટર્સ ટ્રક ખરીદો છો ત્યારે માત્ર પ્રોડ્કટ નથી ખરીદતા પરંતુ તમે અનેકવિધ સેવાઓનો ખજાનો મેળવો છો.જેમાં તમને રોડસાઈડ મદદ, ઈન્સ્યોરન્સ, લોયાલ્ટી અને તેનાથી પણ ઘણુ બંધુ સર્વિસીસમાં મળે છે. હવે તમે સંપૂર્ણ રીતે તમામ બિઝનેસ પર શાંતિથી ધ્યાન આપી શકો છો અને સંપૂરણસેવા પર બાકીની ચિંતા છોડી દો.

સંપૂર્ણ સેવા 2.0 એ નવી અને વિસ્તરીત સર્વિસ વર્ઝન છે. આ સર્વિસને સતત સુધારવા માટે અમે છેલ્લા એક વર્ષમાં અમારા સેન્ટર્સ પર મુલાકાત લેતા 6.5 મિલિયન કરતા વધુ ગ્રાહકો તરફથી તેમના સૂચનો-પ્રતિસાદો મેળવ્યા છે.

તમને દેશના 29 રાજ્યોની સર્વિસ ઓફિસના ફેલાવા સાથે 1500થી વધુ ચેનલ પાર્ટનર્સની મદદનો લાભ મળશે અને સાથે તમને ટાટા મોટર્સના 250થી વધુ એન્જિનિયર્સ, અદ્યતન સાધનો અને સગવડો સાથે સપ્તાહના રોજના 24 કલાક તથા સાતેય દિવસની મોબાઈલ વાન દ્વારા પણ મદદ મળશે.

Sampoorna Seva Logo

ટાટા મોટર્સની સંપૂર્ણ સેવા તમારા બિઝનેસ માટેનું કમ્પલીટ કેર પેકેજ છે જેના દ્વારા તમને વાહનની ખરીદીની શરૂઆતથી જ બિઝનેસના દરેક તબક્કે મદદ મળે છે. તે પછી ઈન્સ્યોરન્સ હોય કે બ્રેકડાઉન, પુરસ્કારો હોય કે ઓરિજિનલ સ્પેરપાર્ટસ હોય કે પછી રીસેલ હોય કે વોરંટી સંપૂર્ણ સેવા દરેક બાબતને આવરી લે છે. હવે તમારે કોઈ પણ બાબતે ચિંતા કરવાની જરૂ નથી. માત્ર તમારા બિઝનેસ પર ધ્યાન આપો અને તેને વધુને વધુ આગળ લઈ જાવ.

છેલ્લે તો ટાટા મોટર્સ તમારી સાથે છે દરેક ક્ષણે

TATA WARRANTY

ટાટા વોરંટી

2 વર્ષ કે 72000 કિ.મી (જે પણ જલ્દી આવે તે) ડ્રાઈવલાઈન વોરંટી તમામ નાના વ્યાપારિક વાહનો પર મળે છે.અમે તમારા બિઝનેસ પ્રગતિના માર્ગે લઈ જવા હંમેશા પ્રયત્નશીલ છીએ.

મુખ્ય વિશેષતાઓ

 • ટાટા મોટર્સની વિસ્તરીત ડિલરશિપ અને 1500થી વધુ ટચ પોઈન્ટસના સર્વિસ નેટવર્ક દ્વારા તમને દેશમાં દર 62 કિ.મી પર સર્વિસ ફેસિલિટી મળશે.
TATA delight

ટાટ ડિલાઈટ

ફેબ્રુઆરી 2011માં ટાટા ડિલાઈટની શરૂઆત થઈ અને ટાટ ડિલાઈટ ભારતમાં કોમર્સિયલ વાહનોની ઈન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીનો સૌપ્રથમ લોયલ્ટી પ્રોગ્રામ છે. ટાટાના વાહન ખરીદનારા તમામ ગ્રાહકો ખરીદી સાથે જ ઓટોમેટિક આ લોયલ્ટી પ્રોગ્રામના સભ્ય બની જાય છે.

મુખ્ય વિશેષતાઓ

 • ટાટા મોટર્સ ઓથોરરાઈઝડ સર્વિસ આઉટલેટ્સ, સ્પેર પાર્ટસ આઉટલેટ્સ અને પ્રોગ્રામ પાર્ટનર્સ ખાતે દરેક એક રૂ.1000ના ખર્ચ પર લોયલ્ટી પોઈન્ટસ
 • 5 વર્ષ માટેની મેમ્બરશિપ વેલિડિટી અને પોઈન્ટસની વેલિડિટી 3 વર્ષ સુધીની
 • મેમ્બરશિપ વેલિડિટી ચાલુ હોય ત્યાં સુધી અકસ્માતે મૃત્યુથી 10 લાખ રૂપિયા સુધી અને ઈજા માટે 50 હજાર સુધીનો લાભ દરેક અકસ્માતમાં હોસ્પિટલ સારવાર દરમિયાન મળશે.
 • 12 લાખથી વધુ રીટેઈલ કસ્ટમર્સ આ પ્રોગ્રામનો હાલ હિસ્સો છે.
TATA OK

ટાટા ઓકે

ટાટા ઓકે સાથે તમે સેકન્ડ હેન્ડ કે જુના ટાટ મોટર્સ વ્હિકલ ખરીદી શકો છો અને વેચી પણ શકો છો. અમે ખરીદી અને સંબંધિત માહિતીના દરેક તબક્કે તેમજ વાહનની વેલ્યુએશન, રીફર્બિશમેન્ટ અને નવીનિકરણ કરાયેલા વાહનના વેચાણ સહિતની દરેક બાબતો સાથે સંકળાયેલા છીએ ,જેનાથી કોઈ પણ જાતની ગેરરીતિ કે છેતરપીંડીને રોકી શકાય છે.

મુખ્ય વિશેષતાઓ

 • તમારા હાલના કોરર્સિયલ વાહનની શ્રેષ્ઠ ફેરવેચાણ કિંમત (બેસ્ટ રીસેલ પ્રાઈઝ) મેળવો
 • તમારા ઘરે આવીને વાહનનું મૂલ્યાંકન
 • ટાટા ઓકે દ્વારા સર્ટિફાઈડ કરાયેલા વાહનો પર 80 ટકા સુધીનું ફાઈનાન્સ (ધિરાણ)
 • ટાટા ઓકે દ્વારા સર્ટિફાઈડ કરાયેલા સેકન્ડ હેન્ડ કે જુના ટાટા મોટર્સ વાહનો પર વોરંટી
TATA GENUINE PARTS

ટાટા જેન્યુઈન પાર્ટસ

ટાટા કોમર્સિયલ વાહનો સારી સ્થિતિમાં વર્ષો સુધી રહે તે માટે અમે ટાટા જેન્યુઈન પાર્ટસ (ટીજીપી) રજૂ કરીએ છીએ. ટાટા જેન્યુઈન પાર્ટસ ટાટ મોટર્સનું ડિવિઝન છે અને જે ટાટા કોમર્સિયલ વાહનોની જાળવણી માટે સ્પેરપાર્ટસના 1.5 લાખથી વધુ એસકેયુ (સ્ટોક કીપિંગ યુનિટ) પુરા પાડે છે. આ સ્પેરપારટ્સમાંથી દરેક પાર્ટનુ ઉત્પાદન વાહનના નિશ્ચિત પાસાઓ અને ખાસીયતોને ધ્યાનમાં રાખીને કરવામા આવે છે અને જે વિવિધ ગુણવતા માપદંડોના ચેકિંગમાંથી પાસ થાય છે.જેનાથી તેના ફીટિંગમાં ખૂબ જ સરળતા રહે છે તેમજ વાહનની સર્વિસ આવરદા વધારી લાંબા ગાળાની જાળવણી આપે છે અને તમે લાંબા અંતરની મુસાફરી સારી રીતે કરી શકો છો.

મુખ્ય વિશેષતાઓઃ

 • 230થી વધુ ડિસ્ટ્રિબ્યુશન પોઈન્ટસનું વિશાળ નેટવર્ક અને 20 હજારથી વધુ રીટેઈલ આઉટલેટ્સ તેમજ પાંચ વેરહાઉસીસ
 • ટાટા મોટર્સના દરેક જેન્યુઈન કે ઓરિજિનલ પાર્ટ લાંબા ગાળા સુધી સારા રહે તે રીતે અને લાંબી સર્વિસ લાઈફ આપે તે રીતે બનાવવામા આવ્યા છે અને જે અન્ય ઓરિજિનલ ન હોય તેવા સ્પેરપાર્ટસની સરખામણીએ વધુ સર્વિસ લાઈફ આપે છે.
 • દરેક પાર્ટ વાહનની વિશેષતાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવા ઉપરાંત તેને ગુણવતાના અનેક માપદંડો પર ખરાઈ કરી ચેક પણ કરવામા આવે છે.
TATA Suraksha

ટાટા સુરક્ષા

ટાટા સુરક્ષમાં વાર્ષિક મેઈન્ટેનન્સ પેકેજ દ્વારા સંપૂર્ણ સુરક્ષાત્મક કાળજી સાથે વાહનની સમયસર જાળવણી માટે ચોક્કસ શીડ્યુલ મળે છે અને વાહનની સવારી દરમિયાન બ્રેકડાઉન થતા તેનુ રીપેરિંગ પણ પૂર્વનિર્ધારિત કિંમતે સમયસર મળે છે. ભારતમાં 60 હજારથી વધુ ગ્રાહકો ટાટા સુરક્ષા ધરાવે છે. એસસીવી કાર્ગો અને પિકઅપ્સ માટે 3 વર્ષના કોન્ટ્રાક્ટસ પણ ઉપલબ્ધ છે.

પેકેજીસ અને સમાવિષ્ટ બાબતો

 • પ્લેટિનમ પ્લસઃ વ્યાપક કવરેજ ઘરઆંગણે
 • પ્લેટિનમઃ વ્યાપક કવરેજ
 • ગોલ્ડઃ વાહનનુ આગોતરુ મેઈન્ટેનન્સ અને અન્ય રીપેરિંગ પર લેબર
 • સિલ્વરઃવાહનનું આગોતરુ મેઈન્ટેનન્સ કવરેજ
 • બ્રોન્ઝઃલેબર

*ટાટા સુરક્ષાની સંપર્ણ સ્પષ્ટ ઓફર પેકેજીસની વિગતો સંબંધિત ડિલરશિપ તરફથી ચેક કરી શકાશે.
TATA Alert

ટાટા એલર્ટ

અમારા 24 કલાક અને સાત દિવસ ચાલતા રોડસાઈડ આસિસ્ટન્ટસ પ્રોગ્રામ વોરંટી પીરિયડમાં ટાટા મોટર્સ કોમર્સિયલ વ્હિકલના તમામ મોડલ્સ માટે સમસ્યાનો 24 કલાકમાં નિકાલ લાવવાની ખાત્રી આપે છે અને તે પણ દેશમાં કોઈ પણ જગ્યાએ સ્થળને ધ્યાનમાં લીધા વગર.

મુખ્ય વિશેષતાઓઃ

 • 30 મિનિટનો સ્વીકૃતિ-જાણકારી ટાઈમ
 • અમારી ટીમ દિવસના સમયમાં (સવારના 6થીરાતના 10) બે કલાકમાં અને રાતના સયમમાં (10થી સવારના 6) ચાર કલાકમાં તમારી સમક્ષ પહોંચી જશે.
 • જો ટીમને પહોંચવામાં નિર્ધારીત સમય કરતા મોડું થશે તો પ્રતિ દિવસ 500 રૂપિયા સુધીની વળતર આપવામા આવશે.
 • ટીજીપીમાંથી ખરીદેલા પાર્ટસ પર એક્સચેન્જની સગવડ અને પ્રોફાઈલ એકત્રિકરણ

*નિયમો અને શરતો લાગુ

TATA kavach

ટાટા કવચ

ટાટા કવચ ટૂંકામા ટૂંકો સંભવિત અકસ્માત રીપેર ટાઈમ આપતા તમારો બિઝનેસ ક્યારેય ટ્રેક પરથી નીચે નહીં ઉતરે તેની ખાત્રી આપે છે. ટાટા કવચ તે જ વાહનો પર લાગુ થશે કે જે ટાટા મોટર્સ ઈન્સ્યોરન્સ હેઠળ ઈન્સોયરન્સ મેળવેલા હોય અને તે પણ કેટલાક પસંદગીના વર્કશોપ પર લાગુ થશે.

મુખ્ય વિશેષતાઓ

 • 15 દિવસમાં રીપેર અથવા પ્રતિ દિવસના 500 રૂપિયા લેખે ગ્રાહકને મોડી ડિલવરી માટે વળતર ચુકવાશે.
 • ટીએમએલ –ઓથોરાઈઝડ એક્સિડેન્ટ સ્પેશ્યલ વર્કશોપ્સ ખાતે રીપોર્ટિંગ થયેલા વાહનો માટે એક્સિડેન્ટલ રીપેર
 • મોડું થવા પર 15 દિવસ પછી વળતર દર 24 કલાકે વધવા સાથે
 • કોલ કરવામાં સળતા અને ટાટા મોટર્સના ટોલ ફ્રી નંબર 18002090060 પર નોંધાણી

*શરતો અને નિયમો લાગુ

TATA MOTORS PROLIFE

ટાટા મોટર્સ પ્રોફાઈલ

ટાટા મોટર્સ પ્રોફાઈલ જુના વાહનોમાં વધુ સમય ન ઘટે તે માટે અને ગાડીની કુલ કિંમતમાં ઘટાડો ન થાય તે માટે રી-મેન્યુફેકચર્ડ એન્જિન (ફરી બનેલા એન્જિન) એક્સચેન્જ પર આપે છે.

મુખ્ય વિશેષતાઓ

 • રી-મેન્યુફેકચર્ડમાં એકંદરે 75થી વધુ પ્રોડકટની રેન્જ કવર થાય છે અને સાથે એન્જિન લોંગ બ્લોક, ક્લચ અને કેબિન નવા સ્પેર્સના એમઆરપીના 40 ટકાથી 80 ટકા પર
 • રીમેન્યુફેક્ચર્ડ (ફરીથી બનેલા)અથવા મટીરિયલમાં નુકશાની સામે તે તમામ વોરંટીમાં કવર થાય છે.
Tata Zippy

ટાટા ઝિપ્પી

ટાટા ઝિપ્પી એ તમામ બીએસ 6 વાહનો માટે રીપેર ટાઈમ એસ્યોરન્સ પ્રોગ્રામ (વાહનના રિપેરિંગમાં લાગતા સમયની ખાત્રી) છે. વાહન વેચાણના 12 મહિનામાં અથવા વાહન ઉત્પાદનના 14 મહિનામાં બંનેમાંથી જે પણ વહેલુ હોય તે સમય દરમિયાન ટાટા ઝિપ્પિ ટોલ ફ્રી નંબર પર અથવા વર્કશોપ પર નોંધાયેલી કોઈ પણ સમસ્યા માટે સૌથી ઝડપી સર્વિસની ખાત્રી આપી છે.

KEY FEATURES

 • કોઈ પણ સમસ્યામાં વર્કશોપ ખાતે 8 કલાકમાં રેગ્યુલર સર્વિસ અને એકંદરે મોટી ખામીના રીપેર માટે 24 કલાકમાં નિકાલની ખાત્રી
 • જો મોડું થાય તો દિવસના રૂ.500 લેખે વળતર અપાશે અને તે તમામ એસસીવી કાર્ગો અને પિકઅપ ટ્રક પર લાગુ પડશે પરંતુ તેના માટે વાહનની વોરંટી હોવી અને વર્કશોપ ખાતે રીપોર્ટિંગ થયેલુ હોવુ જોઈએ. વળતરની ચુકવણી મોડું થયાના 24 કલાક બાદ શરૂ થશે.

*નિયમો અને શરતો લાગુ